Deuteronomy 28:63 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ યહોવાહ તમારું ભલું કરવામાં અને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તમે યહોવાહ તમારો વિનાશ કરવામાં તથા નાશ કરવામાં આનંદ પામશે. જે દેશમાં તમે વતન પામવા જાઓ છો તેમાંથી તને ઉખેડી નાખવામાં આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થશે કે જેમ યહોવા તમારું ભલું કરવામાં ને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તેમ યહોવા તમારો નાશ કરવામાં તથા તમારો સંહાર કરવામાં આનંદ પામશે. અને જે દેશમાં વતન પામવા તું જાય છે તેમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.