Deuteronomy 28:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપશે અને તમારી વખારોને ધાન્યથી ભરી દેશે અને જે દેશ તે તમને આપે છે તેમાં તે તમને આશીર્વાદિત કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ નાખે છે તે સર્વમાં તને આશીર્વાદ આપશે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તે તને આશીર્વાદ આપશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જયારે તમે પહોંચશો ત્યારે તે તમાંરા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે.