Deuteronomy 29:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“(ઇજિપ્ત દેશમાં આપણે કેવી હાલતમાં રહેતા હતા અને બીજી પ્રજાઓની હદમાં થઈને કેવી મુશ્કેલીથી પસાર થયા તેની તમને ખબર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(કેમ કે આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા, ને જે દેશજાતિઓમાં થઈને તમે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે આવ્યા એ તમે જાણો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે મિસરમાં કેવી રીતે રહેતા હતા અને તે છોડીને કેવી રીતે દુશ્મનોના દેશોના શહેરમાં થઈને સુરક્ષાપૂર્વક આપણે યાત્રા કરી, તે બધું તમને યાદ છે.