Deuteronomy 29:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહીં ઉપસ્થિત થયેલા લોકોમાંથી કોઈ પુરુષ કે સ્ત્રી, કોઈ કુટુંબ અથવા કુળના લોકો તમારા ઈશ્વર પ્રભુથી વિમુખ થઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાઈ ન જાય એ વિષે ચોક્સાઈ રાખજો; તમારામાં કીરમાણીનો ક્તિલ અને ઝેરી છોડવો ઉગાડનાર જડ ન હોય એનો ખ્યાલ રાખજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[એ કરાર તથા પ્રતિજ્ઞા હું કરું છું] રખેને તમારામાં કોઈ પુરુષ કે સ્‍ત્રી કે કુટુંબ કે કુળ એવું હોય કે, જેનું મન આજે યહોવા તમારા ઈશ્વર તરફથી ફરી જઈને એ દેશજાતિઓના દેવોની સેવા કરવા લલચાય. રખેને પિત્ત તથા કડવાશરૂપી જડ તમારામાં હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને.