Deuteronomy 29:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં મુબારકબાદી આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એથી મળતા શાપ વિષે સાંભળ્યા છતાં કોઈ મનમાં અહંકાર રાખીને ફાવે તેમ વર્તે અને ભલેને સૂકા સાથે લીલુંય બળી જાય એવું વલણ રાખે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે, તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, ‘હું મારા હ્રદયની હઠીલાઈ પ્રમાણે ચાલું, ને સુકાની સાથે લીલાનો નાશ કરું તોપણ મને શાંતિ થશે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરામાં એવી કોઈ વ્યકિત ના હોવી જોઈએ, જે આજ્ઞાભંગની સજાનાં વચનો સાંભળ્યા છતાં તેને ગંભીરતાથી ન સ્વીકારે અને એવું વિચારે કે મન ફાવે તે રીતે ચાલીશ છતાં માંરું કશું અહિત નહિ થાય! કારણ, સૂકા ભેગું લીલું પણ બળી જશે.