Deuteronomy 3:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.)
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મનાશ્શાના પુત્ર યાઈરે ગશૂરીઓ તથા માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબ‍ પ્રાંત લીધો. અને તેણે પોતાના નામ ઉપરથી તેમને એટલે બાશાનને, હાવ્વોથ-યાઈર એ નામ આપ્યું, અને તે નામ આજ સુધી ચાલે છે.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ “યાઈરના ગામડાઓ” પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.)