Deuteronomy 3:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, "યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તે સમયે મેં યહોશુઆને પણ આજ્ઞા આપી હતી કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ આ બે રાજાઓની કેવી દુર્દશા કરી તે તેં તારી નજરે જોયું છે. તું યર્દન નદી ઊતરીને જે જે રાજ્યોમાં જાય છે ત્યાં પ્રભુ તેમને પણ તે જ પ્રમાણે કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સમયે મેં યહોશુઆને એવી આજ્ઞા આપી, કે ‘જે બધું યહોવા તમારા ઈશ્વરે આ બે રાજાઓને કર્યું છે તે તારી નજરે તેં જોયું છે. તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું [યર્દન] ઊતરીને જાય છે તેઓને યહોવા કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યારબાદ મેં યહોશુઆને એવો આદેશ આપ્યો કે, ‘યહોવાએ આ બે રાજાઓના જે હાલ કર્યા તે, તેં તારી સગી આંખે જોયા છે, અને તું જે પ્રદેશમાં જાય છે ત્યાંના રાજાઓના પણ એવા જ હાલ કરશે.