Deuteronomy 3:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સમયે આપણે બાશાનનું રાજ્ય એટલે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. આપણે તેના સર્વ નગરો જીતી લીધાં; આપણે તેમની પાસેથી જીત્યું ન હોય એવું એક પણ નગર બાકી રહ્યું નહિ; એકંદરે આપણે સાઠ નગરો જીતી લીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સમયે આપણે તેનાં સર્વ નગરો લઈ લીધાં. આપણે તેઓની પાસેથી લઈ ન લીધું હોય તેવું એકે નગર ન હતું. સાઠ નગરો, [તથા] આર્ગોબનો આખો પ્રાંત, [એટલે] બાશાનમાં ઓગનું રાજ્ય [આપણે લીધું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વખતે આપણે ઓગના સર્વ એટલે કુલ સાઠ નગરોથી સંપૂર્ણ આગોર્બ પ્રદેશ એટલે કે રાજા ઓગનું બાશાન રાજ્ય કબજે કર્યુ, તેવું એક પણ નગર ન હતું જે અમે કબજે ન કર્યુ હોય.