Deuteronomy 31:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ નૂનના પુત્ર યહોશુઆની નિમણૂંક કરતાં તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા. ઇઝરાયલીઓને જે દેશ આપવાના મેં શપથ લીધા છે તેમાં તું તેમને દોરી જશે અને હું તારી સાથે રહીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નૂનના દીકરા યહોશુઆને સોંપણી કરીને તેણે કહ્યું, “બળવાન તથા હિમ્મતવાન થા, કેમ કે ઇઝરાયલી લોકોને જે દેશ આપવાની મેં તેમની આગળ પ્રતિજ્ઞા લીધી તેમાં તું તેઓને લાવશે. અને હું તારી સાથે રહીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ નૂનના પુત્ર યહોશુઆને કહ્યું, “બળવાન થજે અને દૃઢ રહેજે, કારણ કે, ઇસ્રાએલીઓને મેં જે દેશ આપવા કહ્યું હતું ત્યાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ.”