Deuteronomy 31:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળ પેલે પાર જશે અને ત્યાં વસતી પ્રજાઓનો તમારી સમક્ષ નાશ કરશે, જેથી તમે તેમના દેશનો કબજો લઈ શકો અને પ્રભુએ કહ્યા પ્રમાણે યહોશુઆ તમને યર્દનને પેલે પાર લઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તારા ઈશ્વર તે તારી આગળ પાર જશે. તે તારી આગળથી આ દેશજાતિઓનો નાશ કરશે, ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલી બાજુ જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તમાંરા દેવ યહોવા તમાંરી આગળ રહીને યર્દન નદી ઓળંગશે અને તમાંરી સામેની પ્રજાઓનો નાશ કરશે અને તમે તેમનો પ્રદેશ કબજે કરશો. અને યહોવાની આજ્ઞા પ્રમાંણે યહોશુઆ તમાંરી આગેવાની લેશે.