Deuteronomy 31:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી મોશેએ યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલી લોકોની હાજરીમાં કહ્યું, “બળવાન અને હિંમતવાન થા; કારણ, જે દેશ આ લોકોને આપવા વિષે પ્રભુએ તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેનો કબજો લેવા તું જ આ લોકોને દોરી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલના જોતાં તેને કહ્યું “બળવાન તથા હિમ્મતવાન થા; કેમ કે જે દેશ આ લોકોને આપવાની યહોવાએ તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તું તેઓની સાથે જશે. અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ મૂસાએ યહોશુઆને બોલાવડાવીને બધા ઇસ્રાએલીઓ સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થજે, દૃઢ રહેજે, કારણ, તારે આ લોકોને યહોવાએ એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં લઈ જવાના છે. અને તારે એ લોકોને તે દેશની ભૂમિ વહેંચી આપવાની છે,