Deuteronomy 32:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારો બોધ વરસાદની જેમ ટપકશે. મારી વાતો ઝાકળની જેમ નીગળશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ [તે પડશે];
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે, માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ, ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.