Deuteronomy 32:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક માંણસ કહો શી રીતે હજારને હરાવે? 10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે? સિવાય કે ખડક સમાં યહોવાએ તેમને તજયા હોય; કે પછી તે સૌને દુશ્મનોના હાથમાં સોંપ્યા હોય.