Deuteronomy 32:51 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ કે કાદેશ પ્રદેશના મરીબાના જળાશય પાસે સીનના રણમાં ઇઝરાયલ લોકોની વચમાં તેં મને મોટો મનાવ્યો નહિ, પણ એ લોકોની સમક્ષ મારું અપમાન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે કાદેશના મરીબાનાં પાણી પાસે સીનના અરણ્યમાં તમે ઇઝરાયલીઓની મધ્યે મારો અપરાધ કર્યો; કેમ કે તમે ઇઝરાયલી લોકોની આગળ મને પવિત્ર માન્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે તમે સીનના રણમાં કાદેશ આગળ આવેલા મરીબાહનાં ઝરણા નજીક માંરા પર અવિશ્વાસ કરીને ઇસ્રાએલીઓ આગળ માંરું અપમાંન કર્યુ હતું.