Deuteronomy 33:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નફતાલી વિષે મૂસાએ કહ્યું, "અનુગ્રહથી તૃપ્ત થયેલા, યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે નાફતાલીના કુળ વિષે કહ્યું: “હે નાફતાલી, તમારા પર પ્રભુની પુષ્કળ કૃપા અને તેમના ભરપૂર આશીર્વાદ છે. તમે પશ્ર્વિમ તથા દક્ષિણ તરફનો પ્રદેશ વારસા તરીકે પ્રાપ્ત કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નફતાલી વિષે તેણે કહ્યું: “હે, અનુગ્રહથી તૃપ્ત થએલા, અને યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી; તું પશ્ચિમનું તથા દક્ષિણનું વતન પામ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ નફતાલી વિષે તેણે કહ્યું, “નફતાલી પર તો યહોવાની કૃપા અપરંપાર છે, તેના પર યહોવાના અસીમ આશીર્વાદ છે. તેનો પ્રદેશ ગાલીલના સરોવરથી છેક દક્ષિણ સુધી વિસ્તરે છે.”