Deuteronomy 4:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તે દેશમાં સ્થાયી વસવાટ કર્યા પછી અને તમને સંતાનો અને પૌત્રપૌત્રીઓ થાય ત્યાર પછી પણ કોઈ પણ આકારની મૂર્તિ બનાવીને પોતાને ભ્રષ્ટ કરશો તો તમે તમારા ઈશ્વર પ્રભુને નારાજ કરશો અને તેમને કોપાયમાન કરશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તને છોકરાં ને છોકરાંનાં છોકરાં થયા પછી, ને તમે તે દેશમાં લાંબી મુદત સુધી રહ્યા પછી, જો તમે ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ કરશો, ને જે કામ યહોવા તારા ઈશ્વરની નજરમાં દુષ્ટ છે તે કરીને તેમને કોપાયમાન કરશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ભવિષ્યમાં તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો થાય અને તમે બધાં તે દેશમાં સ્થાયી થશો, તમે જો મૂર્તિઓ બનાવીને પાપ કરશો તો તમાંરા દેવ યહોવા તમાંરા પાપને કારણે અતિ ક્રોધિત થશે.