Deuteronomy 4:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા જન્મ પહેલાના સમયથી શરૂ કરીને છેક ઈશ્વરે માણસને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યો ત્યાં સુધીનો ભૂતકાળ તપાસી જુઓ! અને આકાશનાં એક છેડાથી બીજા છેડા સુધી પણ શોધી જુઓ કે આવો બીજો મહાન બનાવ કદી બન્યો છે? શું એ વિષે કોઈએ કદી સાંભળ્યું છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ઈશ્વરે મનુષ્યને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યું તે દિવસથીઇ માંડીને તારી અગાઉનો જે વખત વીતી ગયો છે તેને, તથા પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી પૂછી જો, કે વારું, આ અદભૂત કૃત્ય જેવું [બીજું કંઈ] થયું છે, અથવા તેના જેવું કંઈ સાંભળવામાં આવ્યું છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દેવે પૃથ્વી પર માંનવીનું સર્જન કર્યું ત્યારથી માંડીને આજ સુધીના ઇતિહાસના પૃષ્ઠો તપાસી જાઓ, આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળો અને પૂછો કે, પહેલાં કદી આ પ્રમાંણેની અદૃભૂત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?