Deuteronomy 4:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમને બોધ આપવા માટે તેમણે તમને આકાશમાંથી પોતાની વાણી સંભળાવી અને અહીં પૃથ્વી પર મહાન અગ્નિ દેખાડયો અને તે અગ્નિ મધ્યેથી તમે તેમના શબ્દો સાંભળ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તને બોધ આપે તે માટે તેમણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવીલ અને પૃથ્વી પર તેમણે તને મોટી આગ દેખાડી, અને તેં તેમના શબ્દો અગ્નિ મધ્યેથી સાંભળ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમને ઉપદેશ મળે એ માંટે યહોવાએ આકાશમાંથી તેમની બોધ આપતી વાણી સંભળાવી. અને તમને પૃથ્વી પર પોતાના મહાઅગ્નિનાં દર્શન કરાવ્યાં. અને એ જ અગ્નિમાંથી તમે તેમનાં વચનો સાંભળ્યાં,