Deuteronomy 4:46 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમોરીઓનો રાજા સિહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સમયે ઇઝરાયલીઓ યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં હતા. આ વિસ્તાર હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોન જેને મોશે તથા ઇઝરાયલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશની હદમાં હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો, ને જેને મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ મિસરમાંથી નીકળ્યા પછી પરાજીત કર્યા હતો તેના દેશમાં યર્દન પાર બેથ-પેઓરની સામેની ખીણમાં [તે તેણે કહી સંભળાવ્યા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્દન નદીની પૂર્વમાં બેથ-પેઓર નગર પાસે મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં. અગાઉ આ દેશ અમોરીઓના રાજા સીહોનના કબજામાં હતો, તેની રાજધાની હેશ્બોન હતી. મૂસા તથા ઇસ્રાએલીઓએ મિસરમાંથી આવતાં એ રાજાને હરાવ્યો હતો.