Deuteronomy 4:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, "ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તે પાળીને અમલમાં મૂકો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે, ખરેખર, આ મહાન દેશજાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જો તમે તેનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમે સચેત અને જ્ઞાની રાષ્ટ થશો, અને આજુબાજુના રાષ્ટ્રો આ કાનૂનો વિષે સાંભળશે ત્યારે તેઓ કહેશે, ‘આ મહાન રાષ્ટને કેવી દક્ષતા અને સમજદારી છે!’