Deuteronomy 5:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ સાતમો દિવસ તો મને, એટલે તમારા ઈશ્વર પ્રભુને અર્પિત કરેલો સાબ્બાથદિન છે. તે દિવસે તમે, તમારાં સંતાનો, તમારા દાસદાસીઓ, તમારો બળદ કે ગધેડું, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં વસનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરો, જેથી તમારાં દાસદાસીઓને પણ આરામ મળે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ સાતમો દિવસ યહોવા તારા ઈશ્વરનો સાબ્બાથ છે: તેમાં તું કંઈ કામ ન કર, તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી, કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ પણ ઢોર, કે તારા દરવાજાની અંદર વસનાર પરદેશી. એ માટે કે જેમ તને તેમજ તારાં દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ સાતમો દિવસ તો વિશ્રામવાર છે, તમાંરા દેવ યહોવાનો દિવસ છે. તે દિવસે તમાંરે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહિ, તમાંરે કે તમાંરા પુત્રો કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ કે તમાંરી દાસીએ, તમાંરા બળદોએ કે ગધેડાઓએ કે પછી બીજા કોઈ પશુએ, તેમજ તમાંરા ગામોમાં વસતા કોઈ પણ વિદેશીએ પણ કામ ન કરવું, જેથી તમાંરા દાસ–દાસીઓ પણ તમાંરી જેમ આરામ કરે.