Deuteronomy 5:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પ્રચંડ બાહુબળથી તમને ત્યાંથી મુક્ત કર્યા એ યાદ રાખો. તેથી મેં, તમારા ઈશ્વર પ્રભુએ તમને સાબ્બાથદિન પાળવાની આજ્ઞા આપી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો, ને તારા ઈશ્વર યહોવા તને ત્યાંથી પરાક્રમી હાથ વડે તથા લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યા. તે માટે યહોવા તારા ઈશ્વરે તને સાબ્બાથ દિવસ પાળવાની આજ્ઞા આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરે વિશ્રામ દિવસનું પાલન કરવાનું છે. યહોવા તમને આ આજ્ઞા આપે છે કે જેથી તમે યાદ રાખો કે તમે મિસરમાં ગુલામો હતાં, અને યહોવા તમાંરા દેવે તેની મહાન હાથ વડે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને મિસરમાંથી બહાર લાવ્યાં.