Deuteronomy 5:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘તમે બીજા માણસની પત્નીની લાલસા ન રાખો. તમે તેના ઘરનો, તેના ખેતરનો, તેનાં દાસદાસીનો, તેના બળદ કે ગધેડાનો અથવા તેની માલિકીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ. અને તું તારા પાડોશીનું ઘર, તેનું ખેતર, કે તેનો દાસ, કે તેની દાસી, તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા પડોશીની પત્નીની કામના કરવી નહિ, તેમ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડાં કે અન્ય કોઈ પણ વસ્તુનો કબજો કરવાની ઇચ્છા કરવી નહિ.”