Deuteronomy 5:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પ્રભુએ પર્વત પર અગ્નિજ્વાળા, વાદળ અને ગાઢ અંધકાર મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભા સમક્ષ આ જ આજ્ઞાઓ કહી સંભળાવી હતી; અને એથી વિશેષ કંઈ કહ્યું નહોતું. પછી તેમણે બે શિલાપાટીઓ પર તે લખીને મને આપી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિજ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભાની આગળ બોલ્યા. અને તેમાં તેમણે કંઈ વધારો કર્યો નહિ. અને તેમણે બે શિલાપાટીઓ ઉપર તે લખીને મને આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. એ પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે એ આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.