Deuteronomy 7:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિષે યહોવાહ તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથેે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આ આદેશો લક્ષમાં લઈને તમે તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી સાથેના કરારનું પાલન કરશે અને તમારા પ્રત્યે અવિચળ પ્રેમ દર્શાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આ હુકમોને લક્ષ આપીને તમે તે પાળશો ને અમલમાં મૂકશો તેથી એમ થશે કે, જે કરાર તથા દયા વિષે યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે, તે તારી પ્રત્યે તે અદા કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે.