Deuteronomy 7:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહિ, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે આગળ વધશો તેમ તેમ તમારા ઈશ્વર પ્રભુ આ પ્રજાઓને રફતે રફતે હાંકી કાઢશે. તમે તેમનો એક સામટો સંહાર કરી શકશો નહિ. કારણ, જો એમ થાય તો જંગલી પશુઓ વધી જઈને તમારે માટે જોખમકારક બની રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવા તારા ઈશ્વર તે પ્રજાઓને તારી આગળથી ધીમે ધીમે હાંકી કાઢશે. તું એકદમ તેઓનો સંહાર કરીશ નહિ, રખેને વન પશુઓ વધી જઈને તને હેરાન કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે.