Deuteronomy 8:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હું તમને આજે ફરમાવું છું તે બધી આજ્ઞાઓનું તમે કાળજીપૂર્વક પાલન કરો કે જેથી તમે જીવતા રહો અને વૃધિ પામો અને જે દેશ તમને આપવા વિષે તમારા પૂર્વજો સમક્ષ પ્રભુએ શપથ લીધા હતા તેમાં પ્રવેશ કરીને તેનો કબજો લો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો કે, તમે જીવતા રહો, ને વૃદ્ધિ પામે ને જે દેશ [આપવાની] યહોવાએ તમારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આજે હું તમને જે બધી આજ્ઞાઓ જણાવું છું એનું તમાંરે બધાએ કાળજીથી પાલન કરવું, જેથી તમે જીવતા રહો, તમાંરી વંશવૃદ્વિ થાય અને તમાંરા પિતૃઓને યહોવાએ જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે, તેમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લઈ શકો.