Deuteronomy 8:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“સાવધ રહેજો કે, હું તમને આજે જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો ફરમાવું છું તેમનું પાલન નહિ કરતાં તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાવધાન રહેજે, રખેને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે ન પાળતાં તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ ખબરદાર! આ વખતે તમાંરા દેવ યહોવાને ભૂલી ન જશો. પુષ્કળ સમૃદ્વિને કારણે યહોવા દેવને ભૂલી ન જતા. અને હું તમને એમના જે કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ સંભળાવું છું તેનું પાલન કરવાનું રખેને ચૂકતા,