Deuteronomy 8:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી જઈને અન્ય દેવોને અનુસરશો, તેમની ભક્તિ કરશો અને તેમને નમશો તો હું તમને ગંભીર ચેતવણી આપું છું કે તમે વિનાશ પામશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થશે કે જો તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જઈને બીજા દેવદેવીઓની પાછળ ચાલશે, ને તેમની સેવા કરશે, ને તેમની ભક્તિ કરશે, તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નક્કી નાશ પામશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો તમે તમાંરા દેવ યહોવાને ભૂલી જશો અને અન્ય દેવો તરફ વળશો અને પગે પડીને તેમની પૂજા કરશો તો હું તમને આજે સખત ચેતવણી આપી સાવધાન કરું છું કે તમે અચૂક વિનાશ પામશો.