Deuteronomy 9:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે મેં યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું, "હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તમારા લોકોનો, તમારા વારસાનો, જેઓને તમે તમારી મહાનતાથી છોડાવ્યા છે, જેઓને તમે તમારા પરાક્રમી હાથથી મિસરમાંથી બહાર કાઢી લાવ્યા છો, તેમનો નાશ કરશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક, જે તમારો વારસો છે અને જેમને તમે તમારા મહાન સામર્થ્યથી ઉગાર્યા અને તમારા પ્રચંડ બાહુબળ વડે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમનો નાશ ન કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે મેં યહોવાની પ્રાર્થના કરતાં કહ્યું કે, હે યહોવા ઈશ્વર, તમારા લોક તથા તમારો વારસો જેઓને તમે તમારા મહત્વ વડે છોડાવ્યા છે, જેઓને તમે પરાક્રમી હાથ વડે મિસરમાંથી કાઢી લાવ્યા છો, તેઓનો નાશ ન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મેં તેમને પ્રાર્થના કરી, ‘હે યહોવા માંરા પ્રભુ, કૃપા કરીને તમાંરા લોકોનો, જેમને તમે અપનાવેલા છે, જેમને તમે તમાંરી મહાન શકિતથી છોડાવ્યા છે, જેમને તમે તમાંરા પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છો, તેમનો નાશ ન કરશો.