Deuteronomy 9:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી હાંકી કાઢે ત્યારે તમે મનમાં એમ ન કહેતા કે, મારા ન્યાયીપણાને લીધે યહોવાહે મને અહીં લાવીને આ દેશનો વારસો અપાવ્યો છે; ખરું જોતાં તો એ લોકોની દુષ્ટતાને લીધે યહોવાહ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારા માર્ગમાંથી હાંકી કાઢે ત્યારે તમારા મનમાં એમ ન વિચારશો કે ‘અમારા સદાચારને લીધે પ્રભુએ અમને આ દેશનો કબજો અપાવ્યો છે.’ હકીક્તમાં તો આ પ્રજાઓની દુષ્ટતાને લીધે પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢવાના છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે, ત્યાર પછી તું તારા મનમાં એમ ન કહેતો, ‘મારા ન્યાયીપણાને લીધે યહોવાએ મને અહીં લાવીને આ દેશનો વારસો મને અપાવ્યો છે.’ ખરું જોતાં, એ દેશજાતિઓની દુષ્ટતાને લીધે યહોવા તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા દેવ યહોવા તેમને તમાંરી આગળથી હાંકી કાંઢે ત્યારે તમે એમ ન માંની લેશો કે, ‘અમે સારા છીએ તેથી યહોવાએ અમને આ પ્રદેશનો કબજો અપાવ્યો છે.’ એ લોકો દુષ્ટ છે તેથી યહોવા તેઓને હાંકી કાઢે છે.”