Ecclesiastes 10:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારો રાજા કુલિન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે દેશનો રાજા કુલીન વંશનો હોય, જેના રાજપુરુષો નશા માટે નહિ, પણ બળપ્રાપ્તિ માટે યોગ્ય સમયે ખાતાપીતા હોય તે દેશને ધન્ય છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે દેશ, તારો રાજા કુલીન કુટુંબનો હોય, અને તારા હાકેમો કેફને માટે નહિ પણ બળ મેળવવાને માટે યોગ્ય વેળાએ ખાતા હોય, ત્યારે તો તને ધન્ય છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ દેશને આશીર્વાદ છે જેનો રાજા ઉમદા ગુણ લક્ષણ વાળો છે અને જેના નેતાઓ વધુ પડતું ખાતા નથી કે પીધેલ હોતા નથી.