Ecclesiastes 10:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે અને પંખી તે વાત કહી દેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા મનના વિચારમાં પણ રાજા વિશે ભૂંડું બોલીશ નહિ. તારા શયનખંડમાં પણ ધનિકનું ભૂંડું બોલીશ નહિ, કારણ, પંખી પણ તારા શબ્દો લઈ જશે અને વાયુચર પક્ષી પણ તે વાત કહી દેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાને શાપ ન દે, તારા વિચારથી પણ નહિ; અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી [પણ] શાપ ન દે; કેમ કે વાયુચર પક્ષી તે બોલ લઈ જશે, અને પંખી તે વાત કહી દેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાને કે ધનવાનને તારા મનમાં પણ શાપ ન આપીશ; કારણ કે, વાયુચર પક્ષી તે સાંભળીને વાત લઇ જાય છે.