Ecclesiastes 12:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી સભાશિક્ષક સમજુ હતો તેથી તે લોકોને જ્ઞાન શીખવતો હતો. હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો અને તેમને નિયમસર ગોઠવતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સભાશિક્ષક જ્ઞાની હતો. તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો. ઊંડો વિચાર કરી તેણે ઘણાં સુભાષિતો રચ્યાં અને તેમના સત્યની યથાર્થતાની નિષ્ઠાપૂર્વક તપાસ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી સભાશિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો; હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી સભાશિક્ષક સમજુ હતો; તેથી તેણે જે જાણ્યું તે સર્વને શીખવવા લાગ્યો; તે વિચાર કરીને ઘણા નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.