Ecclesiastes 2:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે મેં જ્ઞાન, પાગલપણું અને મૂર્ખતા જોવાને લક્ષ આપ્યું. કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા પોતાના પુરોગામી રાજા કરતાં વિશેષ શું કરી શકે? અગાઉ જે કરાયું હોય તે જ તે કરી શકે. તેથી મેં જ્ઞાન, પાગલપણું, અને મૂર્ખાઈ વિશે વિચાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી જ્ઞાન, ઘેલાઈ તથા મૂર્ખાઈ નિહાળવાને મેં લક્ષ આપ્યું; કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું [કરી શકે છે]? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ [તે કરી શકે છે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે મેં જ્ઞાની, ગાંડપણ અને મૂર્ખતાના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ શરું કર્યો. જ્યારે એક રાજાની જગ્યાએ બીજો રાજા આવે છે તો નવા રાજાએ કાંઇ નવું કરવાનું નથી. દરેક વસ્તુ બધી પહેલેથીજ કરી લીધેલી હોય છે.