Ecclesiastes 2:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પૃથ્વી પર જે સર્વ કામ મેં શ્રમ વેઠીને ઉપાડ્યાં તેથી મને ધિક્કાર ઊપજ્યો. કેમ કે મારા પછી થનાર માણસને માટે તે સર્વ મૂકીને જવું પડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પૃથ્વી ઉપર કરેલાં પરિશ્રમયુક્ત કાર્યો પ્રત્યે મને તિરસ્કાર ઉપજ્યો. કારણ, મારે તેનાં ફળ મારા વારસદાર માટે છોડી જવાં પડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૃથ્વી ઉપર જે બધાં કામ મેં શ્રમ વેઠીને ઉઠાવ્યાં, તેથી મને ધિક્કાર ઊપજયો, કેમ કે મારા પછી થનાર માણસને માટે મારે તે મૂકી જવું પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે.