Ecclesiastes 4:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સર્વ લોકો ઉપર તે રાજા હતો તેઓનો પાર નહોતો તોપણ તેની પછીની પેઢીના લોકો તેનાથી ખુશ નહોતા. નિશ્ચે એ પણ વ્યર્થ અને પવનથી મુઠી ભરવા જેવું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ રાજાને અનુસરનાર અગણિત પ્રજાજનો હોય તોપણ પછીની પેઢીના લાકો તેનાથી પ્રસન્ન થશે નહિ. સાચે જ આ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સર્વ લોકોના ઉપર તે [રાજા] હતો તેમનો પાર નહોતો! તોપણ તેની પાછળ આવનારાઓ તેને માટે હરખાશે નહિ. નિશ્ચે એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અસંખ્ય લોકો તેની સન્મુખ ઊભા હતાં, તો પણ તેના પછીની પેઢીનાં લોકો તેનાથી ખુશ નહોતા. તેથી ખરેખર એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.