Ecclesiastes 5:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેવો તે પોતાની માતાના ગર્ભમાંથી નિવસ્ત્રસ્થિતિમાં બહાર હતો એ જ સ્થિતિમાં તે પાછો જાય છે. તે પોતાના પરિશ્રમ બદલ તેમાંથી કંઈ પણ સાથે લઈ જવા પામશે નહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે જેવો પોતાની જનેતાની કૂખે જન્મ્યો હતો તેવો જ કશું લીધા વગર પાછો જાય છે. તે પોતાના પરિશ્રમનું કંઈ ફળ પોતાની સાથે લઈ જઈ શકશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેવો તે પોતાની માના પેટમાંથી આવ્યો હતો તેવો ને તેવો નગ્ન તે પાછો જશે, અને તે પોતાની મહેનત બદલ કંઈ પણ પોતાના હાથમાં લઈ જવા પામશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માતાના ગર્ભાશયમાંથી મનુષ્ય નગ્નસ્થિતિમાં બહાર આવે છે અને જાય છે ત્યારે એ જ સ્થિતિમાં વિદાય લે છે. સખત પરિશ્રમ કરીને જે કાંઇ પ્રાપ્ત કર્યુ છે તેમાંથી તે કઇં પણ સાથે લઇ જતો નથી.