Ecclesiastes 5:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જો ઈશ્વરે તેને દ્રવ્ય તથા ધન આપ્યું છે અને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા તેને પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે. એવા દરેક માણસે જાણવું કે તે ઈશ્વર તરફથી મળતી ભેટ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે મનુષ્યને ઈશ્વરે ધન, સંપત્તિ અને તેમનો ઉપભોગ કરવાની શક્તિ આપ્યાં છે તેણે પોતાની પરિસ્થિતિનો ઉપકાર સહિત સ્વીકાર કરીને આનંદપૂર્વક પરિશ્રમ કરવો જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે, ને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે, [એવા દરેક માણસે જાણવું જોઈએ કે] એ ઈશ્વરનું દાન છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જો મનુષ્યને દેવ તરફથી સંપત્તિ પ્રાપ્ત થાય અને તેના ઉપભોગ માટે સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય તે વધારે સારું છે. તેથી તેને પોતાના કામમાં આનંદ માણવો અને તેને મળતો ભાગ સ્વીકારવો-ખરેખર આ જ સાચી દેવ તરફથી મળતી ભેટ છે.