Ecclesiastes 5:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા મુખેથી અવિચારી વાત કરીશ નહિ અને ઈશ્વરની સંમુખ કંઈપણ બોલવા માટે તારું અંત:કરણને ઉતાવળું ન થવા દે. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે માટે તારા શબ્દો થોડા જ હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિચારીને બોલ, અને ઈશ્વર આગળ ઉતાવળથી વચનો ન આપ. ઈશ્વર આકાશમાં છે ને તું પૃથ્વી પર; તેથી તારે કહેવાનું હોય તેથી વિશેષ કંઈ ન કહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારે મુખેથી અવિચારી [વાત] ન કર, અને ઈશ્વરની હજૂરમાં કંઈ પણ બોલવાને તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કેમ કે ઈશ્વર આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે! માટે તારા શબ્દો થોડા જ હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા મુખે અવિચારી વાત કરીશ નહિ, દેવની સન્મુખ કંઇપણ બોલવા માટે તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કારણ કે દેવ આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે; અને તારા શબ્દો તો થોડા જ હોય.