Ecclesiastes 8:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મેં ઈશ્વરનું સઘળું કામ જોયું કે પૃથ્વી પર જે કંઈ કામ થાય છે, તેની માહિતી માણસ મેળવી શકે નહિ. કેમ કે તેની માહિતી મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ. કદાચ કોઈ બુદ્ધિમાન માણસ હોય તો પણ તે તેની પૂરી શોધ કરી શકશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પણ તે આ દુનિયામાં ઈશ્વરનાં કાર્યોનો ભેદ સમજી શક્તા નથી. કોઈક બુદ્ધિમાન વ્યક્તિ તે ભેદ જાણવાનો દાવો કરતી હોય, તો પણ તે એ સત્ય જાણી શક્તી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં ઈશ્વરનું બધું કામ જોયું કે, પૃથ્વી ઉપર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહિ; કેમ કે તેનો પત્તો મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ; બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય, તોપણ તે તેની શોધ કરી શકશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ દેવ જે કાંઇ કરે છે એનો અર્થ તે પામી શકે તેમ નથી. કદાચ કોઇ જ્ઞાની માણસ એમ માને કે એ સર્વ જાણે છે, પણ હકીકતમાં તે કશું જાણતો નથી, તેનો પત્તો મેળવવા માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહિ; અરે! તે કોઇ બુદ્ધિમાન વ્યકિત હોય, તો પણ તે તેની શોધ કરી શકશે નહિ.