Ephesians 2:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે યાદ રાખો કે, તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, અને દેહ સંબંધી હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતા હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.)