Ephesians 2:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખ્રિસ્તે ક્રૂસ પરના તેમના મરણની મારફતે આપણી એ અરસપરસની દુશ્મનાવટનો સંહાર કર્યો છે, અને ક્રૂસ દ્વારા જ તેમણે બંને પ્રજાને એક શરીરરૂપ કરીને તેમનું ઈશ્વરની સાથે સમાધાન કરાવ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વધસ્તંભ ઉપર વૈરને મારી નાખીને એ‍ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્‍નેનું સમાધાન કરાવવાને તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ [શાસ્‍ત્ર] રૂપ વૈરને નાબૂદ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વધસ્તંભના બલિદાનથી ખ્રિસ્તે બે સમૂહ વચ્ચેના ધિક્કારનો અંત આણ્યો. અને બે સમૂહને એક અંગભૂત બનાવ્યા, તેથી તે તેઓને દેવ સમક્ષ લાવી શકે. અને વધસ્તંભ ઉપરના પોતાના મૃત્યુથી ખ્રિસ્તે આમ કર્યુ.