Esther 1:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જેઓ રાજાની ખૂબ જ નિકટ હતા તેઓ કાર્શના, શેથાર આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના, અને મમૂખાન હતા. તેઓ સાત ઈરાનના અને માદાયના સરદારો હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પ્રથમ હરોળની બેઠકોના હકદાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇરાન અને માદાયના એવા સાત અધિકારીઓ ત્યાં હતા. તેમનાં નામ આ પ્રમાણે હતા: ર્કાશના, શેથાર, આદમાથા, તાર્શિશ, મેરેસ, માર્સના તથા મમૂખાન. તેઓ રાજ્યમાં ઉચ્ચ પદવી ધરાવતા હતા અને રાજા તેમની સલાહ લેતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની પાસે ઈરાનના તથા માદાયના સાત સરદારો, કાર્શના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના તથા મમૂખાન [બેઠેલા] હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા;)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બુદ્ધિમાન માણસો જે રાજાની ખૂબ નજીક હતાં તે કાર્શના, શેથાર આદમાથા, તાશીર્શ, મેરેસ, માર્સના, અને મમૂખાન જેવા સૌથી નજીકના માણસો હતા. એ સાતે ઇરાનના અને માદાયના નેતાઓ હતા. તેઓ રાજાને સીધા મળી શકતા હતા, અને રાજ્યમાં ઉંચી પદવીઓ ધરાવતા હતા.