Esther 1:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહાશ્વેરોશ રાજાએ પૂછ્યું "કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે તેણે ખોજાઓ મારફતે આપેલી મારી આજ્ઞાની અવગણના કરી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને રાજાએ પૂછયું, “મેં રાણીગૃહના મારા અધિકારીઓ દ્વારા વાશ્તી રાણીને મારી પાસે લાવવાનો હુકમ કર્યો પણ તેણે આવવાનો ઇનકાર કર્યો છે. આ વિષે કાયદા પ્રમાણે રાણીને શી સજા કરવી જોઈએ?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે ખોજાઓની મારફતે [આપેલી] મારી આજ્ઞાનો અમલ તેણે કર્યો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ તેઓને પ્રશ્ર્ન કર્યો, “દરબારીઓ મારફતે પહોંચાડવામાં આવેલી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે કાયદેસર રીતે રાણી વાશ્તી સામે શાં પગલાં લેવાં જોઇએ?”