Esther 1:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો રાણીએ કરેલું આ વર્તન સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે, તો સર્વત્ર એવી વાત પ્રસરી જશે કે, 'અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સમક્ષ આવવાની આજ્ઞા કરી પણ તે આવી નહિ'.એથી દેશની સ્ત્રીઓ પોતાના પતિઓને તુચ્છકારપાત્ર ગણશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાણીએ જે કર્યું છે તેની જાણ સામ્રાજ્યમાં સ્ત્રીઓને થતાં જ તેઓ તેમના પતિ પ્રત્યે તોછડાઈપૂર્વક વર્તશે. તેઓ કહેશે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની હજૂરમાં આવવાનો હુકમ કર્યો ત્યારે રાણીએ પણ ત્યાં જવાનો ઇનકાર કર્યો છે’,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે રાણીનું આ કૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે. તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની હજૂરમાં આવવાનો હુકમ કર્યો પણ તે આવી નહિ, ’ ત્યારે સ્ત્રીઓ પોતપોતાના પતિઓને તુચ્છકારપાત્ર લેખવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધી જ સ્ત્રીઓને રાણીના વર્તનની જાણ થશે અને તેઓ પણ પોતાના પતિ પ્રત્યે અનાદર કરવા પ્રેરાશે, તેઓ પોતાના પતિઓને કહેશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સંમુખ આવવા આજ્ઞા કરી પણ રાણીએ તેનુ પણ પાલન કર્યુ નહિ.’