Esther 1:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો ઈરાન તથા માદ્દાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના આ કૃત્ય વિષે સાંભળ્યું હશે તો તેઓ પણ પોતાના પતિઓને એવા જ ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇરાન તથા માદાયના અધિકારીઓની પત્નીઓ જેમણે રાણીના આ વર્તન વિષે જાણ્યું છે તેઓ તેમના પતિને આજે જ વાત કરવાની અને પરિણામે પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ અને કલેશનો પાર રહેશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈરાન તથા માદાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના એ કૃત્ય વિષે સાંભળ્યું હશે, તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને [એમ જ] ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ [ઉત્પન્ન થશે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તે જ દિવસે ઇરાન તથા માદાયના આગેવાનો અને અમલદારોની પત્નીઓ જેને રાણીના જવાબની જાણ થઇ, તેઓ પોતાના પતિઓની સાથે એની વાત કરવાની અને તેને પરિણામે સમગ્ર રાજ્યમાં અવિનય અને ક્રોધ મોટી માત્રામાં ફેલાઇ જશે,