Esther 1:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે, પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે." અને એ હુકમ તે પોતાના લોકોની ભાષામાં જાહેર કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેમના બધા પ્રાંતો પર દરેક પ્રાંતની ભાષા મુજબ વટહુકમ મોકલી આપ્યો: “પ્રત્યેક પતિ પોતાના ઘરમાં સર્વોપરી છે અને તે કહે તેમ જ થવું જોઈએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે, તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યાં, “પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે, ” અને એ હુકમ તે પોતાના લોકની ભાષામાં પ્રગટ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે રાજ્યનાં બધાં પ્રાંતોમાં તેઓની સ્થાનિક ભાષામાં પત્રો મોકલી આપ્યાં, તે પત્રોને દરેક પ્રાંતની ભાષામાં જાહેરાત કરવામાં આવી કે, પ્રત્યેક પુરુષ જ પોતાના કુટુંબનો ઉપરી હોવો જોઇએ.