Esther 1:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને પીવા માટેના પ્યાલા સોનાના હતા. એ પ્યાલા વિશિષ્ઠ પ્રકારના હતા. અને રાજાની ઉદારતા પ્રમાણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મદીરા હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોનાના પ્યાલાઓમાં પીણાં પીરસવામાં આવતાં હતાં અને પ્યાલાઓ વિવિધ પ્રકારના હતા. રાજાએ પોતાને છાજે એ રીતે છૂટથી દારૂ પીરસાવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને પીવને માટે પ્યાલા તો સોનાના હતા, (પ્યાલા તરેહતરેહના હતા.) અને રાજાનો દ્રાક્ષારસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ [હતો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને અનેકવિધ પ્રકારના આકારના સોનાના પાત્રોમાં દ્રાક્ષારસ પીરસવામાં આવ્યો હતો. રાજાએ પોતાને શોભે એ રીતે દ્રાક્ષારસ છૂટથી પીવડાવ્યો હતો.