Esther 1:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માપસર પીવામાં આવતો હતો, જોકે કોઈને પીવા માટે દબાણ કરી શકાતું ન હતું. કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, "તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે મદીરા પીરસવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દારૂ પીવા વિષે કોઈ મર્યાદા નહોતી; કારણ, રાજાએ મહેલના નોકરોને હુકમ કર્યો હતો કે જેને જેટલો પીવો હોય તેટલો પીવડાવવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે નિયમસર પીવામાં આવતો; કોઈને ફરજ પાડી શકાતી નહિ; કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો, “તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે વર્તવું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ દ્રાક્ષારસ પીવા સંબંધી નિયમ કર્યો હતો; દરેક વ્યકિત પોતાની ખુશી પ્રમાણે ભલે પીએ, પરંતુ કોઇને વધારે પીવા માટે ફરજ પાડવી નહિ. રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, તે દરેકને પોતપોતાની ઇચ્છા મુજબ પીવા દેવું.